કાંકરિયા માં રાઈડ તૂટી : 3 ના મૌત ,31 લોકો જખમી

કાંકરિયામાં બાળકોના પ્લે એરિયામાં અચાનક રાઈડ તૂટી પડતા અફરા તફરી મચી છે. અચાનક રાઈડ તૂટી પડતા 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાંકરિયામાં બાલવાટિકા નજીકની રાઈડ તુટતા 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે 31 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવી રહ્યાા છે. ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત અને રવિવાર હોવાના કારણે કાંકરિયામાં મોટી સંખ્યામા લોકો મનોરંજન માટી આવ્યા હતા અને કાંકરિયાની રાઈડની મજા માણી રહ્યા હતાં ત્યારે અચાનક બાલ વાટિકામાં રહેલી એક રાઈડ તૂટી પડી હતી. રાઈડ તૂટી પડતા બૂમા બૂમ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને AMCના કર્મચારીઓ ઘટના સ્થળે પહોચ્યાં હતા અને ઈજાગ્રસ્તોને નજીકના એલ જી હોસ્પિટલ લઈ જવાયા હતા.શહેરનાં મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા પણ ઘટના સ્થળે પહોંચ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

મોદીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી એ મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ને આજે તેમના જન્મ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી છે*વડાપ્રધાને ગુજરાત ના વિકાસ માટે સમર્પિત ભાવે નેતૃત્વ પૂરું પાડી રહેલા મુખ્યમંત્રી એ રાજ્યની વિકાસ યાત્રા માં ઉલ્લેખનીય પ્રદાન આપ્યું છે તેની સરાહના કરી છે.તેમણે મુખ્યમંત્રી વિજય ભાઈ ના સ્વસ્થ તન્દુરસ્ત જીવન માટે […]

Subscribe US Now