અનુસૂચિત જાતિના સરપંચની હત્યા

બોટાદ જીલ્લા ના રાણપુર તાલુકા ના જાળીલા ગામે જનરલ સીટ‌ પર ચુંટાયેલા સરપંચ મનજીભાઇ જેઠાભાઈ સોલંકી ની ગામ ના કાઠી દરબારોએ હત્યા કરી નાખી છે. સરકાર, પોલીસ અને પ્રશાસન ને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ ઠોસ કાર્યવાહી કરવામાં આવેલ નહીં, જેના પરિણામે અનુસુચિત જાતિ ના સરપંચ ની સરાજાહેર હત્યા કરી નાખવામાં આવી. ગત્ તારીખ 21/06/2018 ના દિવસે અમોએ મૃતક સરપંચ મનજીભાઇ જેઠાભાઈ સોલંકી સાથે ગુજરાત ના રાજ્ય પોલીસ વડા સમક્ષ રુબરુ મુલાકાત કરી અને સરપંચ તથા એમના પરીવાર ને તાત્કાલિક પોલીસ રક્ષણ આપવા બાબતે રજૂઆત કરી હતી. આમ છતાં રાજ્ય પોલીસ વડા એ બેદરકારી દાખવી અને સરપંચ મનજીભાઇ ને કોઈ જ પ્રકાર ની સુરક્ષા પૂરી પાડેલ નહીં, જેના પરીણામે આજે એમની હત્યા કરી દેવામાં આવી છે. મૃતક સરપંચ મનજીભાઇ જેઠાભાઈ સોલંકી ના દિકરા તુષારભાઈ સાથે વાત થઈ છે, મૃતક ની ડેડબોડી અમદાવાદ સીવીલ હોસ્પિટલ મુકામે લાવવામાં આવી રહી છે, જ્યારે સરકાર અને પોલીસ ને માંગ કરવા છતાંએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથધારવામાં આવી નથી સાથે સાથે સરપંચને અમુક ઈસમો દ્વારા મારવાની ધમકી પણ આપવામાં આવી હતી .https://youtu.be/IVezqP7sXQ0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

રાણીમેહલ સરખેજ રોજા પર યોગા દિવસની ઉજવણી

વિશ્વ યોગ દિવસ નિમિત્તે દેશ અને દુનિયા માં દરેક જગ્યાએ ખૂબ ઉત્સાહ થી યોગા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ પણ યોગ દિવસ મનાવ્યો હતો ત્યારે હેલીરેજ પ્લેસ રાણીમેહલ સરખેજ રોઝા મુકામે અમી યુથ ગ્રુપ દ્વારા વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી […]

Subscribe US Now