Breaking News

હાથરસ બાદ બલરામપુરમાં 22 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત

ઉત્તરપ્રદેશના હાથરસ બાદ  બલરામપુરમાં દલિત યુવતી સાથે ગેંગરેપની ઘટના બની છે. 22 વર્ષની કોલેજની વિદ્યાર્થિનીને કિડનેપ કરી ઈન્જેક્શન આપીને બેભાન કરી દીધી અને ત્યાર પછી બે આરોપીએ દુષ્કર્મ કર્યું. છોકરીની હાલત ખરાબ થતા તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું.

પોલીસે સાહિલ અને શાહિદ નામના બે આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમના વિરુદ્ધ ગેંગરેપ અને હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.. યુવતી કોલેજની ફી જમા કરાવવા મંગળવારે સવારે 10 વાગે ઘરેથી નીકળી હતી. સાંજ સુધી પરત ન આવતાં ઘરના લોકોએ ફોન કર્યો, પરંતુ ફોન બંધ આવતો હતો. સાંજે 7 વાગતાં યુવતી ગંભીર હાલતમાં રિક્ષામાં ઘરે આવી હતી. તેના હાથ પર ઈન્જેક્શનનું નિશાન હતું. તે બેભાન અવસ્થામાં હતી અને બોલી પણ નહોતી શકતી. પરિવારજનો તેને તરત ડોક્ટર પાસે લઈ ગયા. ત્યાર પછી ડોક્ટરના કહેવાથી તેને લખનઉ લઈ જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું.

પીડિતાની માતાએ જણાવ્યું કે, છોકરી કોલેજથી પરત આવી રહી હતી. રસ્તામાં કારમાં આવેલા 3-4 લોકોએ તેનું અપહરણ કર્યું અને નશા વાળું ઈન્જેક્શન આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આરોપીઓએ મારી દીકરીની કમર અને પગ તોડી દીધા હતા. તેથી તે સરખી રીતે ઉભી પણ થઈ શકતી ન હતી અને બોલી પણ ન હતી શકતી. બસ તે માત્ર એટલું જ કહી શકી કે, પેટમાં બહુ જ બળી રહ્યું છે, હું મરી જઈશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *