Breaking News

એક્ટ્રેસ પાયલ ઘોષે રેપનો કેસ ફાઇલ કરાવ્યો, અનુરાગ કશ્યપને મુંબઈ પોલીસે આજે પૂછપરછ માટે બોલાવ્યો

ફિલ્મ-પ્રોડ્યુસર અનુરાગ કશ્યપની રેપના આરોપમાં આજે પૂછપરછ થશે. મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનથી અનુરાગને સમન્સ મોકલવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની ધરપકડ પણ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સમન્સ રિલીઝ કરતા સમયે પોલીસે તેને કહ્યું હતું કે, મંજૂરી વગર તે મુંબઈ બહાર ન જાય.

એક્ટ્રેસ પાયલ ઘોષે અનુરાગ વિરુદ્ધ દુષ્કર્મનો કેસ ફાઈલ કરાવ્યો હતો. જોકે અનુરાગે આ બધા આરોપોને નકારી કાઢ્યા છે. અનુરાગ વિરુદ્ધ 4 ધારા હેઠળ કેસ ફાઈલ થયો છે. ધારા 376 (I) રેપનો આરોપ, 354 એટલે કે મહિલાની મર્યાદા ભંગ કરી તેના પર હુમલો કરવો, 341 એટલે કે કોઈ મહિલાને ખોટી રીતે અટકાવવી અને 342 એટલે કે કોઈને બંધક બનાવવા. એમાં 376 બિનજામીનપાત્ર ધારા છે, માટે પૂછપરછમાં આરોપ સાચા લાગશે તો અનુરાગને અરેસ્ટ પણ કરવામાં આવી શકે છે.

ANURAG KASHYAP AND PAYAL GHOSH

ઉલ્લેખનીય છે કે, 22 સપ્ટેમ્બરે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસે અનુરાગ કશ્યપ વિરુદ્ધ મુંબઈના વિક્રોલી પોલીસ સ્ટેશનમાં રેપનો કેસ ફાઈલ કરાવ્યો. એક્ટ્રેસનો આરોપ છે કે કશ્યપે 2013માં વર્સોવામાં યારી રોડના એક લોકેશન પર રેપ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *