Breaking News

IPLની 13મી સીઝનની 12મી મેચમાં કોલકાતાએ રાજસ્થાનને 37 રને હરાવ્યું

IPLની 13મી સીઝનની 12મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 37 રને હરાવ્યું છે. કોલકાતાએ રાજસ્થાનને 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જયારે રાજસ્થાન 9 વિકેટે 137 રન જ કરી શક્યું હતું. કોલકાતાના શિવમ માવી અને કમલેશ નાગરકોટીએ 2-2 વિકેટ લીધી.

કોલકાતાની બેટિંગની ત્રીજી ઓવરમાં IPLમાં પહેલીવાર કોરોના નિયમ તૂટ્યો. રાજસ્થાનના ફિલ્ડર રોબિન ઉથપ્પાએ જયદેવ ઉનડકટની બોલિંગમાં સુનિલ નારાયણનો કેચ છોડ્યો. તે પછી તેણે ભૂલથી બોલ પર થૂંક લગાવી હતી. કોરોનાને કારણે ICCએ બોલ પર થૂંક લગાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. દરેક ઇનિંગ્સમાં ટીમને 2 વાર થૂંક લગાવવા પર વોર્નિંગ આપવામાં આવે છે. ત્રીજી વાર ભૂલ થાય તો વિરોધી ટીમના ખાતામાં 5 રન ઉમેરવામાં આવે છે.

IPL 2020ની 12મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સ સામે 20 ઓવરમાં 6 વિકેટે 174 રન કર્યા… નાઈટ રાઈડર્સ માટે યુવા ઓપનર શુભમન ગિલે સર્વાધિક 47 રન કર્યા હતા. જ્યારે ઓઇન મોર્ગને 34 રન, આન્દ્રે રસેલે 24 રન અને નીતીશ રાણાએ 22 રનનું યોગદાન આપ્યું. રાજસ્થાન રોયલ્સ માટે જોફરા આર્ચરે 2 વિકેટ, જ્યારે જયદેવ ઉનડકટ, રાહુલ તેવટિયા, ટોમ કરન અને અંકિત રાજપૂતે 1-1 વિકેટ લીધી.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટોસ જીતીને બોલિંગ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *