Breaking News

શેરબજાર : સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં આજે સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે ઉછાળો નોંધાયો છે… શરૂઆતમાં સેન્સેક્સ 401.27 પોઇન્ટ એટલે કે 1.05 ટકા વધીને 38469.20 પર ટ્રેડ કરે છે. જયારે નિફ્ટી 0.97 ટકા એટલે કે વધારા સાથે 11356.70 પર ટ્રેડ કરી રહ્યો છે.

આઇટી, ફાર્મા, એફએમસીજી, પીએસયુ બેંક, રિયલ્ટી, મીડિયા, ફાઇનાન્સ સર્વિસીસ, મેટલ, ઓટો, બેંકો અને ખાનગી બેંકોના શેરોમાં તેજી જોવા મળી રહી છે..
ગ્રાસિમ, ટેક મહિન્દ્રા, ટાઇટન, નેસ્લે ઇન્ડિયા અને ડોક્ટર રેડ્ડીના શેર લીલા નિશાન પર ખુલ્યા. જયારે ઈન્ડસઇન્ડ બેંક, બીપીસીએલ, ભારતી એરટેલ ટાટા સ્ટીલ અને જેએસડબ્લ્યુ સ્ટીલની શરૂઆત લાલ નિશાન પર થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *