Breaking News

NCB ટીમના 20 કર્મચારી કોરોના પોઝિટિવ, અમદાવાદ, ઇન્દોર અને ચેન્નઈથી બોલાવવામાં આવી વધારાની ટીમ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ તેની તપાસ કરતી એજન્સી NCBના 20 અધિકારી અને કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. સોમવારે સાંજે રિપોર્ટ આવ્યા બાદ અમદાવાદ, ઇન્દોર, બેંગ્લુરુ અને ચેન્નઈથી NCBના અધિકારીઓને મુંબઈ બોલાવવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા મોટા અધિકારીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. મુંબઈ બહારથી આવેલા અધિકારીને એક ગેસ્ટ હાઉસમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

સૂત્રો દ્વારા એ પણ જાણકારી મળી છે કે, છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ટીમે જેટલા લોકોની પૂછપરછ કરી છે અથવા તો મુલાકાત લીધી છે તે બધાને કોરોના ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં એક્સચેન્જ બિલ્ડિંગ સ્થિત NCB ઓફિસના ચાર કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા બાદ આખી ઓફિસને થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *