Breaking News

ચીને નક્કી કરેલી એકતરફી LACને અમે ક્યારેય માન્યતા આપી નથી : ભારત.

મંગળવારે ભારત દ્વારા સ્પષ્ટ શબ્દોમાં ચીનને કહેવામાં આવ્યુ છે કે, તેણે ક્યારે પણ વર્ષ 1959માં ચીન તરફથી એકતરફી રીતે નક્કી કરવામાં આવેલી LACનો સ્વીકાર કર્યો નથી.

મીડિયા અહેવાલ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયે આ માહિતી આપી હતી. આ અહેવાલમાં ચીનના વિદેશ મંત્રાલયને ટાંકી LAC પર ચીનની સ્થિતિ દર્શાવવામાં આવી હતી.

ભારતીય વિદેશમંત્રાલયે કહ્યું હતું કે, LAC પર અમારી પોઝિશન લાંબા સમયથી રહી છે અને ચીન પણ આ અંગે વાકેફ છે.. વિદેશમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, વર્ષ 1993માં LAC પર શાંતિ અને યથાસ્થિતિ જાળવી રાખવા અંગે સમજૂતી થઈ હતી.

તેમણે કહ્યું હતું કે હકીકતમાં વર્ષ 2003 સુધી બન્ને દેશ વચ્ચે LAC નક્કી કરવા માટે પ્રક્રિયા ચાલી હતી, પણ ત્યાર બાદ આ પ્રક્રિયા આગળ વધી શકી નથી, કારણ કે ચીને આ પ્રક્રિયાને આગળ વધારવામાં કોઈ રસ દાખવ્યો નથી. હવે ચીન કહે છે કે ફક્ત એક જ LAC છે અને એ અગાઉ કરવામાં આવેલ સમજૂતીનું ઉલ્લંઘન છે. બીજી બાજુ, ભારતે હંમેશાં આ સમજૂતીનું સન્માન કર્યું છે અને LACનું પાલન કર્યું.
તેમણે વધુમાં કહ્યું હતું કે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પણ સંસદમાં કહ્યું હતું કે ચીન અનેક જગ્યા પર LAC બદલવા માટે ઈચ્છે છે અને એકતરફી યથાસ્થિતિને બદલવા ઈચ્છે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *