Breaking News

ટોપ-10 ફૂટબોલરોની કમાણી 11% વધી, ફોર્બ્સની યાદીમાં મેસી ટોપ પર, રોનાલ્ડો બીજા નંબરે

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ બાર્સિલોનાનો લિયોનેલ મેસી પ્રથમ, યુવેન્ટસનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો બીજા અને પીએસજીનો નેમાર ત્રીજા નંબરે છે. ફોર્બ્સે 2020ના સૌથી વધુ કમાણી કરનારા ફૂટબોલરોનું લીસ્ટ બહાર પાડ્યું છે.

આર્જેન્ટીનાના ફૂટબોલર મેસીની કમાણી ગયા વર્ષ કરતાં 7.3 કરોડ ઘટી છે, તેમ છતાં તે ટોપ પર છે, જ્યારે પોર્ટુગલના રોનાલ્ડોએ ગયા વર્ષની સરખામણીએ 59 કરોડની વધુ કમાણી કરકી છે. તેમ છતાં તે મેસીને પાછળ રાખી શક્યો નથી. મેસીએ આ વર્ષે 126 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ.928 કરોડની કમાણી કરી છે.

રોનાલ્ડોએ રૂ.117 મિલિયન ડોલર રૂ.861 કરોડની કમાણી કરી છે. પીએસજીના નેમારને પણ કમાણીમાં નુકસાન થયું છે. તેણે આ વખતે રૂ.
707 કરોડની કમાણી કરી છે. જે ગયા વખતથી રૂ. 66 કરોડ ઓછા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *