Breaking News

NCBએ પૂછેલા સવાલોનું લિસ્ટ સામે આવ્યું, ચક્રવ્યૂહમાં ફસાઈ રિયા ચક્રવર્તી

બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રિયા ચક્રવર્તી પર ગાળિયો મજબૂત કરવા માટે  NCBએ 55 સવાલની યાદી તૈયાર કરી હતી. આ સવાલોના ચક્રવ્યૂહમાં રિયા ફસાઈ ગઈ છે.. હાલમાં રિયા જેલમાં છે. ઉલ્લેખનીય છે કે, NCBએ રિયા ચક્રવર્તીની પહેલા દિવસ અંદાજે 6 કલાક, બીજા દિવસે 8 કલાક તથા ત્રીજા દિવસે 3 કલાક પૂછપરછ કરી હતી
અને આમ લગભગ તેની 17 કલાક જેટલી પૂછપરછ થઇ હતી અને આ કલાકમાં રિયાને NCBએ 55 સવાલ પૂછ્યા હતા. આ સવાલોના  ચક્રવ્યૂહમાં તે ફસાઈ ગઈ અને NCB દ્વારા તેની ધરપકડ કરી હતી.

રિયા ચક્રવર્તી 9 સપ્ટેમ્બર સુધી મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે. લોઅર તથા સેશન્સ કોર્ટમાં રિયાની જામીન અરજી નામંજૂર થઈ ગઈ છે.  એક્ટ્રેસના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે તેઓ બોમ્બે હાઈકોર્ટમાં જામીનની અપીલ માટે બહુ ઉતાવળ કરશે નહીં. આ દરમિયાન એવી  પણ ચર્ચા છે કે ED રિયા વિરુદ્ધ નવો કેસ દાખલ કરી શકે છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *