Breaking News

જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અનેક લોકોમાં ફફડાટ

રાજકોટ : કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયાનો રિપોર્ટ પોઝિટિવ આવતા અનેક લોકોમાં ફફડાટ ફેલાઈ  ગયો છે. અગ્રણી નેતા જયેશ રાદડિયા સાથે અનેક લોકોએ મુલાકાત કરી હતી, અનેક લોકો તેમના સંપર્કમાં આવ્યા હતા. જયેશ રાદડિયા બાદ જિલ્લા સહકારી બેંકના કર્મચારી કોરોના સંક્રમિત બન્યા છે. રાજકોટ જિલ્લા બેંકના 14 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા  છે. તમામ 14 કર્મચારીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બેંકના  કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

બીજી તરફ, રાજકોટથી રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત અતિ ગંભીર હોવાનુ જાણવા મળ્યું છે. સુરતથી ચાર ડોકટરોની ટીમ  રાજકોટ પહોંચી સારવાર શરૂ કરી છે. સુરતથી આવતા તમામ ડોકટર ચેસ્ટ ફિઝીશિયન છે. હાલમાં તેઓને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *