Breaking News

પાકિસ્તાને ટેરર ફન્ડિંગ રોકવા માટે સહકારી સમિતિઓને લગતું બિલ પસાર કરાયું

પાકિસ્તાનની સંસદે વૈશ્વિક મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગ પર નજર રાખનારી વૈશ્વિક સંસ્થા FATFના બ્લેક લિસ્ટની યાદીમાં સામેલગીરીથી  બચવા સહકારી સમિતિઓની નોંધણી, તેના પર નિયંત્રણ તેમજ તેમાં વધુ પારદર્શકતા લાવવાના હેતુથી એક બિલ પસાર કર્યું છે.

વડાપ્રધાન ઈમરાનના સંસદીય સલાહકારે નેશનલ એસેમ્બ્લીમાં કો-ઓપ.સોસાયટીઝ બિલ 2020 રજૂ કર્યું, જેને પસાર કરાયું હતું. FATFની  કાર્યયોજનાના આધારે પાકિસ્તાન ત્રણ બિલ પસાર કરી ચૂક્યું છે. ઓગસ્ટમાં કાનૂની સહાયતા બિલ 2020 લાગુ કરાયું હતું. તે વિવિધ દેશો સાથે  ગુનેગારો અને સૂચનાના આદાનપ્રદાન સાથે સંકળાયેલું છે.

પાકિસ્તાને 30 જુલાઈએ યુએન સુરક્ષા પરિષદ સંશોધન બિલ-આતંકવાદ વિરોધી સંશોધક બિલ પણ સર્વસંમતિથી પસાર કર્યું હતું. પાકિસ્તાનની  સંસદે એ અધ્યાદેશની મુદત ચાર મહિના વધારી દીધી છે, જે ભારતીય કેદી કુલભૂષણ યાદવને આતંકના આરોપો અને સજા વિરુદ્ધ કોઈ  હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાની મંજૂરી આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *