Breaking News

વિદેશ મંત્રીઓની બેઠક પહેલાં સામસામે 200 રાઉન્ડ ફાયરિંગ

ભારતીય વિદેશ મંત્રી એસ.જયશંકર અને ચીની વિદેશ મંત્રી વાંગ યીની વચ્ચે 10 સપ્ટેમ્બરે રશિયાના મોસ્કોમાં થયેલ સમજૂતી પહેલાં ચીની અને  ભારતીય સેનાએ પેંગોંગ ત્સો લેકના ઉત્તર કિનારે 100-200 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

જો કે, આ ઘટના બાદ મોસ્કોમાં થયેલ વિદેશ મંત્રીઓની બેઠકમાં બંને રક્ષામંત્રીઓએ હાલત કાબૂમાં હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલાના  જાણકારે જણાવ્યું કે, આ ઘટના પેંગોંગ ત્સો લેકના ઉત્તર કિનારે થઈ હતી. અને બંને પક્ષો વચ્ચે 100-200 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જો કે, આ  મામલે ભારત અને ચીન તરફથી સત્તાવાર કોઈ નિવેદન સામે આવ્યું નથી. પણ આ વખતનો ગોળીબાર ચુશુલમાં થયેલ ગોળીબાર કરતાં વધારે
ગંભીર હતો.

આ પહેલાં 7 સપ્ટેમ્બરે ચુશુલ સબ સેક્ટરમાં થયેલ ફાયરિંગને લઈ ભારત અને ચીન દ્વારા એક નિવેદન જાહેર કરાયું હતું. નિવેદન પ્રમાણે 45  વર્ષોમાં પહેલી વાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ભારતીય સેનાએ આ વખતે પોતાના નિવેદનમાં કહ્યું કે, સાત સપ્ટેમ્બરે સોમવારે ચીની સેનાનાં સૈનિકો LAC પર ભારતની એક પોઝિશન તરફ  વધી રહ્યા હતા. અને તેઓને આપણા સૈનિકોએ ત્યાંથી ભગાડ્યા હતા, ત્યારે ચીની સૈનિકોએ હવામાં અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *