Breaking News

28 સપ્ટેમ્બરે સલમાન ખાનને જોધપુર કોર્ટમાં હાજર થવાનો આદેશ…

1998માં જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈં’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર કાળિયાર હરણનો શિકાર કરવાનો આરોપ હતો, જેમાં સલમાન પર ચાર કેસ કરવામાં આવ્યા હતાં. ત્રણ કેસ કાળિયાર હરણ કેસના તથા એક કેસ આર્મ્સ એક્ટ હેઠળ થયો હતો. કાળિયાર હરણ કેસમાં બે દાયકા સુધી સુનાવણી થઈ હતી અને ત્યારબાદ કોર્ટે સલમાનને દોષીત જાહેર કરીને પાંચ વર્ષની સજા ફટકારી હતી. આ કેસમાં સહ આરોપી સૈફ અલી ખાન, નીલમ, તબ્બુ તથા સોનાલી બેન્દ્રેને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. પાંચ વર્ષની સજા મળ્યા બાદ સલમાન જેલમાં ગયો હતો. હાલમાં સલમાન જામીન પર છે. સલમાને આ ચુકાદાને પડકાર્યો છે. સલમાનને આર્મ્સ એક્ટમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

જુઓ વિડીઓ:-

અમને અનુસરો:-

ફેસબુક પર :-https://m.facebook.com/story.php?story_fbid=673713213501114&id=100025873242341&sfnsn=wiwspmo&extid=QXOsKklJNWyOi3ed

ઇન્સટાગ્રામ પર :- https://www.instagram.com/p/CE9xr31ATMR/?igshid=hvtczvit5dnp

ટ્વીટર પર :- https://twitter.com/MitraAhmedabad/status/1304113861239267328?s=08

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *