Breaking News

સેન્સેક્સ 39,000ની પાર, નિફ્ટીમાં વધારો

આજે સ્થાનિક શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ +89.19 પોઇન્ટ એટલે 0.23% ટકાના વધારા સાથે 39,133.54 પર ખુલ્યો છે. તેમજ નિફ્ટી +26.60 પોઇન્ટ એટલે 0.23% ટકાના વધારા સાથે 11,548.40 પર ખુલ્લી છે.

સેક્ટોરિયલ ઇન્ડિક્સ પર નજર કરીએ તો આજે આઈટી અને પીએસયુ બેંક સિવાયના તમામ સેક્ટર્સની શરૂઆત લીલા નિશાન સાથે થઇ છે. તેમજ રિયલ્ટી, મેટલ, ઓટો, એફએમસીજી, ફાર્મા, મીડિયા, ફાઇનાન્સ સર્વિસ, બેંક અને પ્રાઇવેટ બેંક શામેલ છે.

શેરની વાત કરીએ તો, ભારતી એરટેલ, સિપ્લા, કોટક બેંક અને એમએન્ડએમના શેર લીલા નિશાન પર ખુલ્યા છે. તથા ગ્રાસીમ, એનટીપીસી, વિપ્રો અને અદાણી પોર્ટ્સના શેર લાલ નિશાન પર ખુલ્યા છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *