Breaking News

કોરોના મહામારીને પગલે આર્થિક તંગી, PCBએ 240 ખેલાડીઓ સહિત ઘણા અધિકારીઓ પાસેથી કોરોના ટેસ્ટ માટે પૈસા માગ્યા

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ PCBની કોરોનાની મહામારીને પગલે આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. બોર્ડે હવે ઘરેલૂ ટૂર્નામેન્ટમાં રમનાર 240 ખેલાડીઓ અને અધિકારીઓ પાસેથી કોરોના ટેસ્ટ કરાવવા માટે પૈસા માગ્યા છે. સૂત્રોનું માનીએ તો બોર્ડ પાસે કોરોના ટેસ્ટ માટે લેબોરેટરી અને હોસ્પિટલની સુવિધા પણ નથી. પાકિસ્તાનમાં 30 સપ્ટેમ્બરથી રાવલપિંડી અને મુલ્તાનમાં નેશનલ T-20 ચેમ્પિયનશિપ શરૂ થવાની છે. તે માટે ખેલાડીઓ અને અધિકારીઓએ શરૂઆતી બે કોરોના ટેસ્ટ કરાવવા અનિવાર્ય છે.

PCBએ કહ્યું કે, પહેલા ટેસ્ટના રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે બીજા ટેસ્ટનો ખર્ચો બોર્ડ ઉઠાવશે. કોરોનાને કારણે પાકિસ્તાનની તમામ ક્રિકેટ શ્રેણી મોકૂફ રાખવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં પાકિસ્તાનની યજમાની થનાર એશિયા કપ પણ મુલતવી થતા બોર્ડને નોંધપાત્ર નુકસાન થયું હતું. પરિસ્થિતિ એ હતી કે પાકિસ્તાનને જુલાઈમાં ઇંગ્લેન્ડ પ્રવાસ માટે સ્પોન્સર પણ નહોતો મળતો. પેપ્સી અને મોબાઈલ કંપની ‘ઈઝી પૈસા’ એ અંતિમ ઘડીએ સ્થિતિ સંભાળી અને કોન્ટ્રાક્ટ વધાર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *