Breaking News

પ્રદૂષણ કાયદાના ભંગ બદલ મર્સિડીઝ બેન્ઝ બનાવતી જર્મનીની ડેમલરને અમેરિકામાં રૂ. 16 હજાર કરોડનો દંડ

જર્મન ઓટો ઉત્પાદક ડેમલર AGને અમેરિકામાં પ્રદૂષણ કાયદાના ભંગ બદલ 2.2 અબજ ડોલર એટલે કે 16.13 હજાર કરોડ રૂ.નો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપનીએ લગભગ 2.50 લાખ અમેરિકન ડીઝલ કાર અને વાનમાં પ્રતિબંધિત સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો. આ સોફ્ટવેરથી નિર્ધારિત ઉત્સર્જન મર્યાદા કરતાં વધુ પ્રદૂષણ ઉત્સર્જન કરવામાં મદદ મળે છે, જે અમેરિકાના પ્રદૂષણ કાયદાની વિરુદ્ધ છે.

ડેમલર પહેલાં ફોક્સવેગન અને ફિયાટ જેવી કંપનીઓને પણ પ્રદૂષણ કાયદા તોડવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. મર્સિડીઝ-બેન્ઝ US LLC યુનિટે જણાવ્યું હતું કે, કંપની પેનલ્ટી તરીકે અમેરિકન ઓથોરિટીને સેટલમેન્ટ કરીને 1.5 અબજ ડોલર આશરે રૂ. 11,000 કરોડ ચૂકવશે. આ સિવાય કંપની 2.50 લાખ વાહનોને રિપેર કરવા માટે કાર માલિકોને કુલ 700 મિલિયન ડોલર રૂ. 5.13 હજાર કરોડ આપવા માટે પણ સહમત
થઈ છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં 2015થી ડીઝલ વાહનો પર પ્રદૂષણ સંબંધિત નિયમોની તપાસ શરૂ થઈ હતી. સપ્ટેમ્બર 2015માં, કારઉત્પાદક વોક્સવેગને અમેરિકામાં 5.80 લાખ વાહનોમાં સિક્રેટ સોફ્ટવેર લગાવ્યું હતું, જેમાં વાહનો નિર્ધારિત ઉત્સર્જન મર્યાદા કરતાં 40 ગણા વધારે ઉત્સર્જન કરી શકતાં હતાં. આ બંને કંપનીઓ ઉપરાંત ફિયાટ ઓટોમોબાઈલને પણ પ્રદૂષણ ઉલ્લંઘનના કેસમાં રૂ. 5.87 હજાર કરોડનો દંડ
ફટકારવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર 2019માં ડેમલરને પ્રદૂષણ કાયદાના ભંગ બદલ જર્મનીમાં દંડ ભરવો પડ્યો હતો. દંડની રકમ આશરે 870 મિલિયન યુરો (રૂ. 7500 કરોડ) હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *