Breaking News

ડ્રગ્સ વિવાદ પર જયા બચ્ચન ઉગ્ર કહ્યું, કેટલાક લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બદનામ કરી રહ્યાં છે

સંસદના ચોમાસાના સત્રના બીજા દિવસે એટલે કે મંગળવારે સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બદનામ કરવાના કથિત ષડયંત્રને લઈને રાજ્યસભામાં શૂન્યકાળ નોટિસ આપી છે. જયા બચ્ચને કહ્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાનાર જ તેને ગટર કહી રહ્યાં છે. સરકાર આવા લોકોને કહે કે તે આ પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરે. કેટલાક લોકોની છબીના કારણે તમે સમગ્ર ઉદ્યોગને બદનામ ન કરી શકો. મને શરમ આવે છે કે, ગઈકાલે લોકસભામાં આપણા એક સભ્ય, જે ફિલ્મ ઉદ્યોગમાંથી આવે છે, તેઓ તેની વિરુદ્ધ બોલ્યા. આ શરમજનક છે. તમે જે થાળીમાં ખાવ છો, તેમાં થૂંકી ન શકો.

ભાજપ સાંસદ રવિ કિશને સોમવારે લોકસભામાં ડ્રગ્સ અને બોલિવુડ કનેક્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું શૂન્યકાળ દરમિયાન કહ્યું કે પાકિસ્તાન અને ચીનમાંથી ડ્રગ્સની તસ્કરી થઈ રહી છે. આ દેશની યુવા પેઢીને બરબાદ કરવાનું ષડયંત્ર છે. તેમણે કહ્યું કે આપણા ફિલ્મ ઉદ્યોગમાં તેની ઘુસણખોરી થઈ ચૂકી છે અને એનસીબી તેની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે મારી માંગણી છે કે આ મામલામાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે.

લોકસભામાં પ્રશ્નકાળ ન કરાતા ગૃહમાં હોબાળો મચી ગયો. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ તેને ગોલ્ડન અવર્સ જણાવતા કહ્યું કે, સરકાર લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આટલા બધા લોકો ગૃહમાં ભેગા થઈ શકે તો પ્રશ્ન પૂછવામાં કોરોના ક્યાં વચ્ચે આવે છે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *